ત્રિકોણીય શ્રેણીઃ બાંગ્લાદેશને ભારતે 6 વિકેટે પરાજય આપ્યો
Live TV
-
ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું હતું.
કોલંબોઃ શિખર ધવનની અર્ધસદી અને રૈનાના 28 અને મનીષ પાંડેના અણનમ 27 રનની મદદથી ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે પરાજય આપ્યો છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 139 રન બન્વાયા હતા. જેના જવાબમાં ભારતે 8 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસિલ કરી લીધો હતો.
140 રનનો લક્ષ્ય મેળવવા ઉતરેલી ભારતીય ટીમની ઈનિંગની શરૂઆત રોહિત શર્મા અને શિખર ધવને કરી હતી. રોહિત શર્મા ફરી નિષ્ફળ રહ્યો હતો. તે 17 રન બનાવી આઉટ થયો હતો. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલ પંત પણ માત્ર 7 રન બનાવી રૂબેલની બોલિંગમાં બોલ્ડ થયો હતો. શિખર ધવને શાનદાર ફોર્મ જારી રાખતા શ્રેણીમાં બીજી અર્ધસદી ફટકારી હતી. ધવન 43 બોલમાં 55 રન બનાવી આઉટ થયો હતો. સુરેશ રૈનાએ 28 રન બનાવ્યા હતા. રૈના અને ધવને ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી.