ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે મોહાલીમાં બીજો ટી20 મુકાબલો
Live TV
-
દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની સીરિઝમાં લીડ મેળવવાના ઈરાદાથી ઉતરશે ભારત
ધર્મશાળામાં પહેલી મેચ વરસાદમાં ધોવાયા પછી ભારત આજે મોહાલીમાં દક્ષિણ આફ્રિકા સામે બીજી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં જીત સાથે ત્રણ મેચની સીરિઝમાં લીડ મેળવવાના ઈરાદાથી ઉતરશે. યુવા જોશથી તરબતર કોહલી એન્ડ કંપની માટે આવતા વર્ષમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાટે પણ આ મેચ મહત્વનો છે.
મિશન વેસ્ટ ઈન્ડીઝમાં શાનથી ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં જીત મેળવ્યા પછી ટીમ ઈન્ડિયા ડોમેસ્ટિક મેદાનમાં સાઉથ આફ્રિકા સામે નીપટવા માટે તૈયાર છે. મેનેજમેન્ટ આવતા વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપની તૈયારીઓમાં લાગ્યું છે ત્યારે સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકા સાથે થનારા આ બીજા ટી20 મુકાબલામાં ટીમ ઈન્ડિયા પ્રથમ ક્રમની ઓપનિંગ સમસ્યા તેમજ મિડલ ઓર્ડરની નબળી કડીઓને દૂર કરવાના પ્રયાસ સાથે ઉતરશે અને સીરિઝમાં લીડ મેળવવાની સાથે જ આવતા વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડકપમાં મનોબળ મજબૂત કરવાના ઈરાદા સાથે ઉતરશે.