ભારતે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટી-20માં 7 વિકેટે વિજય મેળવ્યો
Live TV
-
વિરાટ કોહલીની અડધી સદી અને શિખર ધવનના 40 રનની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટી-20માં 7 વિકેટે વિજય મેળવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 5 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ 72 રન બનાવી ટીમને જીત અપાવી હતી. 52 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 72 રન બનાવનાર કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી કેપ્ટન ક્વિન્ટોન ડી કોકે 52 રન બનાવ્યા હતા. આ જીત સાથે ભારતે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ત્રીજી અને અંતિમ ટી-20 22 સપ્ટેમ્બરના રોજ બેંગલુરુમાં રમાશે.