કુસ્તીમાં ભારતને બે ઓલમ્પિક ક્વોટા હાંસલ થયા
Live TV
-
ભારતીય રેસલર બજરંગ પૂનિયાએ 65 કિલોગ્રામ તથા રવિકુમારે 57 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં રમાતી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલ જીતી
કઝાકિસ્તાનમાં વિશ્વના પ્રથમ ક્રમાંકિત ભારતીય રેસલર બજરંગ પૂનિયાએ 65 કિલોગ્રામ તથા રવિકુમારે 57 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં રમાતી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલ મુકાબલાને જીતવાની સાથે આગામી વર્ષે 2020માં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક માટેનો ક્વોટા પણ હાંસલ કરી લીધો હતો. છેલ્લી ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર બજરંગે ક્વાર્ટર ફાઇનલમાં કોરિયાના જોંગ ચોલસોનને એકતરફી મુકાબલામાં 8-1ના સ્કોરથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને આ તેનો પ્રથમ ઓલિમ્પિક ક્વોટા પણ છે. બીજી તરફ રવિએ ક્વાર્ટર ફાઇનલમાં 2017ના એશિયન ચેમ્પિયન જાપાનના યૂકી તાકાહાશીને 6-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે ભારતે ટોક્યો માટે બીજો ક્વોટા હાંસલ કરી લીધો હતો.