વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપઃ અમિત પંઘાલે ફાઇનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ
Live TV
-
એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ પંઘાલે (52 કિલોગ્રામ) ભારવર્ગના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘાલે શુક્રવારે ઈતિહાસ રચ્યો છે. તે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ બોક્સર બની ગયો છે. રૂસના એકાતેરિનબર્ગમાં રમાયેલા મુકાબલામાં તેણે કઝાખસ્તાનના સાકેન બિબોસિનોવને 3-2થી પરાજય આપ્યો હતો. તો અન્ય ભારતીય મનીષ કુમાર બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ થયો છે. તેને પુરૂષોના 63 કિલો ભારવર્ગના સેમિફાઇનલમાં ક્યૂબાના એન્ડી ગોમેજ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ પંઘાલે (52 કિલોગ્રામ) ભારવર્ગના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. પ્રથમવાર આ ટૂર્નામેન્ટમાં ભારતના બે બોક્સરો મેડલ જીતી રહ્યાં છે.