ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ટી-20 થઇ શ્રેણી શરૂ
Live TV
-
રોહિત શર્માની કેપટનશીપમાં ભારતની યુવા ટીમ શ્રીલંકા સામે મેચ રમશે. યુવા ખેલાડીઓને પોતાની કાબીલીયતને સાબિત કરવા માટે મળી અનેરી તક.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ટી-20 શ્રેણીની પહેલી મેચ શ્રીલંકાના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની શરૂ થઇ હતી. જેમાં શ્રીલંકાએ ટૉસ જીતતા પહેલા બોલિંગનો નિર્ણય કરવાનો નિર્ણય કર્યો હતો, અને ટીમ ઈન્ડિયાને બૅટીંગ લીધી હતી. જયારે ટીમ ઈન્ડિયા તરફથી વિજય શંકર ટી -20 શ્રેણીમાં ડેબ્યૂ કરી હતી. જેનો ઉત્સાહ આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં બેઠેલા ભારતીય ક્રિકેટ પ્રેમીઓ પર જોવા મળયો હતો.
આ ટી-20 શ્રેણીમાં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમોએ ભાગ લીધો છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતની યુવા ટીમ શ્રીલંકા સામે મેચ રમશે. આ શ્રેણીમાં યુવા ખેલાડીઓને પોતાની કાબીલીયતને સાબિત કરવા માટે એક અનેરી તક મળી છે. જયારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, કુળદીપ યાદવ અને ઓલ-રાઉન્ડર હર્દિક પંડ્યાને પણ બ્રેકની મંજૂરી આપવામાં આવી છે.