વિશ્વ કપ શૂટિંગ: ભારતને મળ્યો બીજો ગોલ્ડ
Live TV
-
આઈએસએસએફ નિશાનબાજી વર્લ્ડ કપમાં ભારતને મળ્યો બીજો ગોલ્ડ મેડલ.16 વર્ષની મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં જીત્યો ગોલ્ડ મેડલ.
મૅક્સિકોની ગ્વાદલહારામાં ચાલી રહેલી આઈએસએસએફ નિશાનબાજી વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓએ ભવ્ય પ્રદર્શન કર્યું હતુ. મહિલાઓની 10 મીટરની એર પિસ્તોલમાં ભારતની 16 વર્ષની મનુ ભાકરે ગોલ્ડ મેડલ જીતી સફળતા મેળવી હતી. આ સ્પર્ધામાં ભારતને બીજો ગોલ્ડન મેડલ મળ્યો હતો. તેમાં પહેલો ગોડલ મેડલ શનિવારે શહઝર રિઝવીએ પુરુષોની 10 મીટર એર પિસ્તોલમાં જીત્યો હતો.
મનુ ભાકરે 237.5 અંકો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જેમાં તેણે મેક્સીકોની એલેઝાન્ડ્રાને 0.4 અંકથી પાછળ છોડી દીધી હતી. પુરુષોની 10 મીટર એર રાઇફલમાં ભારતને બ્રાન્ડો મેડલ મળ્યો. જેમાં ભારતના રવિ કુમારે 226.4 અંક સાથે સાથે ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરી, દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતીને સફળતા પ્રાપ્ત કરી હતી.