ક્ડક્ડતી ઠંડીમાં ગુલમર્ગ ખાતે ત્રણ દિવસીય સ્કીઇંગ સ્પર્ધા
Live TV
-
8,500 ફુટ ઉંચાઇએ આવેલા ગુલમર્ગમાં યોજાતા રમતોત્સવમાં લોકોની ભીડ ઉમટી
કશ્મીરના ગુલમર્ગમાં આવેલા સ્કી રિસોર્ટ ખાતે સ્કીઇંગ સ્પર્ધાનું કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધા યુવાનોમાં શિયાળુ રમતોને પ્રમોટ કરવા અને પ્રવાસન ઉધોગને વધારવા માટે કરવામાં આવી હતી. હાડ થીજાવતી ઠંડીમાં દેશભરમાંથી રમતવિરોએ ભાગ લીધો છે. સ્કી રિસોર્ટમાં સ્કીઇંગનું આયોજન ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે, જેમાં 10 અને 15 કિલોમીટરની રેસ અને રિલે રેસ યોજવામાં આવી હતી.
હિમાલયના પીર પંજાલ વિસ્તારમાં 8,500 ફુટ ઉંચાઇએ આવેલા ગુલમર્ગમાં શિયાળામાં રમતોત્સવના યોજવામાં આવી છે. ત્યારે આ વર્ષે લોકોની ભારે ભીંડ જોવા મળે હતી. શ્રીનગરથી 50 કી.મી. ના અંતરે આવેલા મનોહરમાં પણ આઇસ સ્કેટિંગ અને સ્કીઇંગ જેવી રમતોમાં લોકોની ભીડ જોવા મળે હતી.
આ પ્રકારની સ્પર્ધાઓ દેશભરના સ્પર્ધકો સાથે સ્પર્ધા કરવાની તક આપે છે અને આ સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવે છે : સ્પર્ધક