હૈદરાબાદમાં યોજાયેલી મેરેથોનમાં વલસાડની દીકરીએ જીત્યો બ્રોન્ઝ મેડલ
Live TV
-
વલસાડ જિલ્લાના કપરાડાની દીકરીએ મેરેથોન દોડમાં જીત્યો બ્રોન્ઝ મેડલ, મામલતદાર દ્વારા કરાયું સન્માન
કપરાડાના કરજૂન ગામની આદિવાસી યુવતિએ હૈદરાબાદમાં યોજાયેલી મેરેથોન બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વલસાડ જિલ્લાના અતંરયાળ વિસ્તારમાં રહેતી તેજલ ભોયાએ મેરેથોન દોડની 10 કી.મી.ની સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં તેણે ત્રીજો ક્રમ મેળવી સમગ્ર કપરાડા વિસ્તારનું નામ રોશન કર્યું છે. તેજલની આ સિદ્ધિ બદલ કાપરડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ તેનું સન્માન કર્યું હતું.
તેજલ આદિવાસી વિસ્તારના સામાન્ય પરિવારની દીકરી છે. તેમને બાળપણથી જ રમત-ગમત સાથે લગાવ હતો. તેજલ હાલમાં વલસાડ કૉલેજમાં બી.એ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હૈદરાબાદ ખાતે યોજાયેલી મેરેથોનમાં ભાગ લેવા, તેજલ છેલ્લા ત્રણે મહિનાથી મહેનત કરતી હતી. તેની સખત મહેનતને કારણે તે બ્રોન્ઝ મેડલ જીતી અને પરિવાર સહિત ગામનું નામ રોશન કર્યું છે.
તેજલે પોતાની સિદ્ધિ વ્યકત કરતા કહ્યું હતું કે, આગામી દિવસોમાં વિશ્વ કક્ષાએ અને ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું છે. પરંતુ કાપરડા જેવા વિસ્તારોમાં સુવિધાના અભાવના લીધે યુવક અને યુવતીઓની પ્રતિભા બહાર આવી શકતી નથી. જો ગામડાના વિસ્તારોમાં યુવક અને યુવતીઓને રમત-ગમત પ્રત્યે પ્રોત્સાહન તેમજ જરૂરી સુવિધાઓ મળી રહે તો આગળ વધી શકે છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક