અઝલાન શાહ કપ હૉકી : આર્જેન્ટીનાએ ભારતને હરાવ્યું
Live TV
-
સુઝલાન અઝલાન શાહ કપ હૉકી સ્પર્ધામાં ભારતે પ્રથમ મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. શનિવારે રમાયેલી હૉકી ટુર્નામેન્ટમાં આર્જેન્ટીનાએ ભારતને 3-2થી હરાવી દીધુ છે.
અઝલાન શાહ કપ હૉકી ટુર્નામેન્ટમાં આર્જેન્ટીનાએ ધમાકેદાર શરૂઆત કરી માત્ર 13મી મિનિટમાં ગોંજાલોએ પેન્લ્ટી કૉર્નર પર ગોલ કર્યો હતો. આર્જેન્ટીનાના ખેલાડી ગોંજાલોએ પ્રથમ ગોલ કરી ટીમને ટીમ 1-0થી આગળ બનાવી દીધી હતી. ત્યારબાદ 24મી મિનિટે આર્જેન્ટીનાએ વધુ એક અને પેર્નર મળ્યો અને કોઈપણ ભૂલ કર્યા વિના બીજો ગોલ કર્યો હતો.
મેચની 26મી મિનિટે ભારતને પેનલ્ટી કૉર્નર મળ્યો અને જેનો ફાયદો ઉઠાવી અમિત રોહિદાસે ટીમને 1 ગોલ અપવ્યો હતો. અમિત રોહિદાસના ગોલથી ભારતનો સ્કોર 1-2 થયો હતો. ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં જ ફરીથી ભારતને સફળતા મળી અને રોહિદાસે ભારતનો સ્કોર 2-2થી બરાબર કરી દીધો હતો.
જોકે ગોંજાલોએ રોહિદાસની મહેનત પર પાણી ફેરવી દેતા 33મી મિનિટમાં ત્રીજો ગોલ કર્યો હતો. આર્જેન્ટીનાના ત્રીજા ગોલથી સ્કોર 3-2થી આગળ થતા આર્જેન્ટીનાએ હેટ્રિક પણ પૂરી કરી હતી.
ત્યારબાદ ચોથા ક્વાર્ટરમાં બન્ને ટીમના ખેલાડીઓ ગોલ કરવા માટે સંઘર્ષ કરતા રહ્યા જોકે કોઈને સફળતા નહોતી મળી. 48મી મિનિટે આર્જેન્ટીનાને પેનલ્ટી કૉર્નર પર ગોલ કરવાની તક મળી જોકે ભારતે પાણી ફેરવી દીધુ તું.
છેલ્લે 55 અને 59મી મિનિટે ભારતીય ખેલાડી તલવિંદરસિંહને ગોલ કરવાની તક મળી હતી પણ ગોલ નહોતો કરી શક્યા. આખરે આર્જેન્ટીનાએ મેચને 3-2થી જીત મેળવી હતી.
અઝલાન શાહ કપ હૉકી ટુર્નામેન્ટની મેચ આગામી 4 માર્ચે યોજાશે, જેમાં ભારતની ટક્કર ઇગ્લેન્ડ સાથે થશે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક