શૂટિંગ વર્લ્ડ કપ : ભારતે જીત્યો ગૉલ્ડ મૅડલ
Live TV
-
શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતની રિઝવી શાહજરએ પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં જીત્યો ગૉલ્ડ મૅડલ, જીતુ રાયને બ્રોન્ઝ મેળવ્યો, જ્યારે મહિલાઓની 10 મીટર એર રાઈફલ પ્રતિયોગિતામાં મહુલી ઘોષએ પણ બ્રોન્ઝ મૅડલ જીત્યો
મેક્સિકોના ગ્વાદલહારમાં યોજાયેલા એર રાઈફલ પ્રતિયોગિતામાં ભારતને મોટી સફળતા મળી છે. ભારતના શહજર રિઝવીએ ISSF એટલે કે ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશનની શૂટિંગ વર્લ્ડ કપમાં ગૉલ્ડ મૅડલ જીતી લીધો છે. શહજરએ 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં મોટી સફળતા મેળવી છે. રિઝવીએ 10 મીટર શૂટિંગ સ્પર્ધામાં ગૉલ્ડ મૅડલ જીતવાની સાથે સાથે શૂટિંગમાં નવો રૅકોર્ડ પણ બનાવ્યો છે. રિઝવીએ શૂટ આઉટમાં 242.3 પોઈંટ મેળવી જર્મનીના ક્રિસ્ચિયન રિટ્ઝના 239.7 પોઈંટ્સનો રૅકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે જ દિગ્ગજ શૂટર જીતુ રાયએ પણ 219 અંક મેળવી બ્રોન્ઝ મૅડલ પોતાને નામ કર્યો છે.
શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતીય મહિલાઓ ખેલાડીઓ પણ અવ્વલ રહી છે. શૂટિંગની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં મહેલી ઘોષએ પણ બ્રૉન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક