ભવ્ય આતશબાજી સાથે વિન્ટર ઓલિમ્પિક્સ-2018નું સમાપન
Live TV
-
સ્પર્ધામાં નોર્વેએ 14 ગોલ્ડ મેડલ સાથે કુલ 39 મેડલ જીતીને મેડલ્સ યાદીમાં પહેલો નંબર મેળ્યો
દક્ષિણ કોરિયાના પ્યોંગચાંગ શહેરમાં શિયાળુ ઓલિમ્પિક રમતોત્સવનું સમાપન કરવામાં આવ્યું છે. 25 ફેબ્રુઆરી, રવિવારે મુખ્ય ઓલિમ્પિક સ્ટેડિયમમાં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તમામ સ્પર્ધક દેશોના એથ્લીટ્સે સાથે મળીને પરેડ યોજી હતી. આ વખતની સ્પર્ધામાં નોર્વેએ 14 ગોલ્ડ મેડલ સાથે કુલ 39 મેડલ જીતીને મેડલ્સ યાદીમાં પહેલો નંબર હાંસલ કર્યો છે. યજમાન દક્ષિણ કોરિયા પાંચ ગોલ્ડ સાથે કુલ 17 મેડલ જીતીને સાતમા ક્રમે રહ્યું. પડોશના ઉત્તર કોરિયાએ 22 એથ્લીટ્સ સાથે ભાગ લીધો હતો, પણ એકેય મેડલ જીત્યો નથી. વિન્ટર ઓલિમ્પિક્સની હરીફાઈઓ પ્યોંગચાંગ ઉપરાંત પડોશના બે શહેર – ગેન્ગનુંગ અને જ્યોંગસોનમાં પણ યોજવામાં આવી હતી. હવે પછીની, 2022ની સાલની વિન્ટર ઓલિમ્પિક્સ બીજિંગમાં રમાશે.