Skip to main content
Settings Settings for Dark

રાશિદ બન્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી યુવા કેપ્ટન

Live TV

X
  • ક્રિકેટ ઈતિહાસમાં સૌથી યુવા કેપ્ટન તરીકે નિયુક્તિ થતાં અફઘાનિસ્તાન ક્રિકેટ એસોસિએશન દ્વારા ટ્વીટ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

    અફઘાનિસ્તાનના સ્પિન બોલર રાશિદ ખાન વિશ્વકપ ક્રિકેટમાં સૌથી યુવા કેપ્ટન બની ગયો છે. રાશિદની ઉંમર હાલમાં 19 વર્ષ અને 159 દિવસ છે. તેને અસગર સ્ટેનિકજઈના સ્થાન પર કેપ્ટનસી સોંપવામાં આવી છે. અસગર એપેન્ડિક્સની સર્જરી માટે હાલમાં જિમ્બાબ્વેની એક હોસ્પિટલમાં ભરતી છે. જિમ્બાબ્વે વિરૂદ્ધ ટી-20 સિરીઝને 2-0થી પોતાના નામે કરનાર અફઘાનિસ્તાની ટીમના બોલર રાશિદ ખાને હાલમાં જ આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની ટી-20 બોલરોની રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવ્યું હતું. આ પહેલા રાશિદે વનડે બોલરોની રેન્કિંગમાં બૂમરાહ સાથે સંયુક્ત રૂપે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો હતો.

    ટી-20 બોલિંગની વિશ્વ રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી ત્રણ ટી-20 મેચોની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે 20 સ્થાનોની છલાંગ લગાવીને 12મું સ્થાન મેળવી લીધો છે. ભારતીય બોલર જસપ્રીત બૂમરાહ આ રેન્કિંગમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે.

    ક્રિકેટ ઈતિહાસના સૌથી યુવા કેપ્ટન

    રાશીદ ખાન (અફઘાનિસ્તાન) - 19 વર્ષ 159 દિવસ

    રોડની ટ્રોટ (બર્મુડા) - 20 વર્ષ 332 દિવસ

    રાજિન સાલેહ (બાંગ્લાદેશ) - 20 વર્ષ 297 દિવસ

    તેતેન્દ્ર ટૈબૂ (ઝિમ્બાબ્વે) - 20 વર્ષ 342 દિવસ

    નવાબ પટૌડી (ભારત) - 21 વર્ષ 77 દિવસ

     

    અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply