Skip to main content
Settings Settings for Dark

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામ ટેસ્ટનો અંતિમ દિવસ, ભારતને 7 વિકેટની જરૂર

Live TV

X
  • બર્મિંગહામ ટેસ્ટના અંતિમ દિવસે ઈંગ્લેન્ડ સામે વિજય માટે ભારતને સાત વિકેટની જરૂર. ઈંગ્લેન્ડે 608 રનના લક્ષ્યનો પીછો કરતાં ગુમાવી ત્રણ વિકેટ . જીત માટે હજુ 536 રનની જરૂર.

    ભારત સાથેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે ઇંગ્લેન્ડ આજે રવિવારે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે 72 રનથી આગળ વધશે. બર્મિંગહામમાં ઇંગ્લેન્ડને જીતવા માટે હજુ 536 રનની જરૂર છે. ઓલી પોપ 24 રન અને હેરી બ્રુક 15 રન સાથે ક્રીઝ પર છે. ભારતે છ વિકેટે 427 રન પર પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો અને યજમાન ટીમને 608 રનનો લક્ષ્યાંક આપ્યો.પ્રથમ ઇનિંગમાં ભારતના 587 રનના જવાબમાં, ઇંગ્લેન્ડની ટીમ ફક્ત 407 રન જ બનાવી શકી.

    ગિલે કોહલીનો રેકોર્ડ તોડ્યો, ટેસ્ટમાં 430 રન ફટકાર્યા

    શનિવારે મેચના ચોથા દિવસે ભારત તરફથી શુભમન ગિલે 161 રન બનાવ્યા હતા. તેણે પહેલી ઇનિંગમાં 269 રન બનાવ્યા હતા, આ સાથે તે ટેસ્ટમાં 400થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બન્યો હતો. ટીમ ઇન્ડિયાએ ટેસ્ટની બંને ઇનિંગમાં 1014 રન બનાવ્યા હતા. ટેસ્ટ ઇતિહાસમાં પહેલી વાર ભારતે મેચમાં હજાર રનનો આંકડો પાર કર્યો. શુભમને 11 સિક્સર ફટકારી હતી. ગિલે પહેલી ઇનિંગમાં 269 રન બનાવ્યા બાદ બીજી ઇનિંગમાં 161 રન બનાવ્યા. તેણે એક ટેસ્ટમાં 430 રન બનાવ્યા. આ ભારતીય કેપ્ટન દ્વારા એક ટેસ્ટમાં સૌથી વધુ રન છે. ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો, જેણે 2017માં શ્રીલંકા સામેની મેચમાં 293 રન બનાવ્યા હતા. ગિલ ભારત તરફથી એક ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો છે. તેણે સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો, જેમણે 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામે 344 રન બનાવ્યા હતા. તે સમયે, ગાવસ્કરે પહેલી ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી. ગિલ એક ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારનાર બીજો ભારતીય ખેલાડી બન્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply