Skip to main content
Settings Settings for Dark

ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 ક્રિકેટ શ્રેણીની ચોથી મેચ આજે સાંજે રાજકોટમાં રમાશે

Live TV

X
  • ભારતીય ટીમ ચોથી મેચ જીતીને શ્રેણીને સરભર કરવાનો રહેશે. દક્ષિણ આફ્રિકાની ટીમ આ મેચ જીતીને શ્રેણી પર કબજો કરવા પ્રયત્નશીલ રહેશે.

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી પાંચ ટી-20 ક્રિકેટ શ્રેણીની ચોથી મેચ આજે સાંજે રાજકોટમાં રમાશે. દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં બે-એકની સરસાઇ મેળવી છે. ભારતીય ટીમ ચોથી મેચ જીતીને શ્રેણીને સરભર કરવાનો રહેશે. દક્ષિણ આફ્રિકાની ટીમ આ મેચ જીતીને શ્રેણી પર કબજો કરવા પ્રયત્નશીલ રહેશે. ગઇકાલે બન્ને ટીમોએ નેટ પ્રેકટીસ કરી હતી. દક્ષિણ આફ્રિકાના બોલર એન્રિચ નોરજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત સામેની આ સીરિઝ અમારા માટે આગામી વર્લ્ડકપના સંદર્ભમાં ખૂબ મહત્વ  ધરાવે છે. જ્યારે ભારતીય બોલર  હર્ષલ પટેલે  જણાવ્યું હતું કે, વાતાવરણ પરથી બેટીંગ કે બોલીંગની પ્રથમ પસંદગી કરવાનું નક્કી થશે. ભારતીય ટીમ પણ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી તમામ સિરીઝ રમી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply