ભારત-ન્યુઝિલેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી
Live TV
-
ભારત-ન્યુઝિલેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારત-ન્યુઝિલેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ વનડે મેચમાં ભારતે બે ફેરફાર કર્યા છે. જેમાં સંજુ સેમસનની જગ્યાએ દીપક હુડા અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ દીપક ચહરની પસંદગી કરવામાં આવી છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડે ઝડપી બોલર એડમ મિલ્નેની જગ્યાએ માઈકલ બ્રેસવેલને રિપ્લેસ કર્યો છે. પહેલા વરસાદને કારણે મેચ રોકવામાં આવી છે તે પછી અંતે રદ્દ કરવામાં આવી હતી. ભારત 12.5ઓવરમા 1 વિકેટ ગુમાવી 89 રન કર્યા હતાં, જેમાં શિખર ધવનન 10 બોલમાં ફક્ત 3 રનને આઉટ થયો હતો, જ્યારે શુભમન ગિલ 42 બોલમાં 45 રન અને સૂર્યકુમાર યાદવ 25 બોલમાં 34 રન કરી અર્ણ રમી રહ્યા હતાં. જ્યારે ન્યુઝિલેન્ડ તરફથી મેટ હેનરીએ 1 વિકેટ ઝડપી હતી.
