કતારમાં ફિફા ફૂટબોલ વિશ્વકપમાં ગ્રૂપ – Cમાં ગઈકાલે આર્જેન્ટિનાએ મેક્સિકોને 2-શૂન્યથી હાર આપી
Live TV
-
કતારમાંફિફા ફૂટબોલ વિશ્વકપમાં ગ્રૂપ – Cમાં ગઈકાલે આર્જેન્ટિનાએ મેક્સિકોને 2-શૂન્યથી હાર આપી છે. આર્જેન્ટિનામાટે લિયોનલ મેસ્સીએ 64મી મિનિટે ગોલ કર્યો હતો. જ્યારે એન્જો ફર્નાન્ડિઝે 88મીમિનિટે બીજો ગોલ કરીને આર્જેન્ટિનાને અંતિમ – 16માં પહોંચવાની આશાને સફળ બનાવીહતી. આઅગાઉ વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિનાની સાઉદી અરેબિયા સામે હાર થઈ હતી. અન્ય એક મેચમાંગ્રૂપ-Dમાંફ્રાન્સે ડેન્માર્કને 2-1થી પરાજય આપ્યો હતો. ફ્રાન્સ અંતિમ – 16માં પ્રવેશમેળવનાર પ્રથમ ટીમ બની છે.
ઓસ્ટ્રેલિયાઅને પોલેન્ડે પણ પોત પોતાના મુકાબલામાં જીત મેળવી હતી. ગ્રૂપ-Dમાં ઓસ્ટ્રેલિયાએ ટ્યુનિશિયાને1-શૂન્યથી હાર આપી હતી. પોલેન્ડે- સાઉદી અરેબિયાને 2-શૂન્યથી હાર આપી ટોચનું સ્થાનપ્રાપ્ત કર્યું છે. આજે ગ્રૂપ – Eમાં જાપાન અને કોસ્ટારિકા વચ્ચે મુકાબલો થશે.
