Skip to main content
Settings Settings for Dark

ભારતના દિગ્ગજ એથ્લેટ પીટી ઉષા ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ મહિલા પ્રમુખ બનશે

Live TV

X
  • ભારતના દિગ્ગજ એથ્લેટ પીટી ઉષા ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ મહિલા પ્રમુખ બનશે. 10 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં અધ્યક્ષ પદ માટે તે એકમાત્ર ઉમેદવાર છે. 58 વર્ષીય પીટી ઉષાએ ગઈકાલે અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે તેમની ટીમના 14 લોકોએ પણ અન્ય પદો માટે ઉમેદવારી નોંધાવી હતી. ભારતીય ઓલિમ્પિક સંઘની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. ઉલ્લેખનીય છે કે પીટી ઉષા એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક વિજેતા રહી ચૂક્યા છે. 1984 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં 400 મીટર હર્ડલ્સની ફાઇનલમાં તેઓ ચોથા સ્થાને રહ્યા હતા. ભારતીય ઓલિમ્પિક સંઘના 95 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ઓલિમ્પિયન અને આંતરરાષ્ટ્રીય ચંદ્રક વિજેતા તેના પ્રમુખ બનવા જઈ રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય રાયફલ સંઘના અજય પટેલ વરિષ્ઠ ઉપાધ્યક્ષ બનવાના છે.  આ પદ માટે તેઓ એકમાત્ર ઉમેદવાર પણ છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply