ફુટબોલ વિશ્વ કપમાં પાંચ વારની ચેમ્પિયન બ્રાઝીલે નોક આઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો
Live TV
-
ફુટબોલ વિશ્વ કપમાં સોમવારે પાંચ વારની ચેમ્પિયન બ્રાઝીલે નોક આઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં બ્રાઝીલના કેસમીરોના મહત્વના ગોલની મદદથી સ્વીઝરલેન્ડને હરાવીને સતત બીજી જીત મેળવી હતી. તો ઉરગ્વેને હરાવીને પોર્ટુગલે અંતિમ 16માં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે આજે વિશ્વ કપમાં ચાર મેચ રમાશે. જેમાં ગ્રુપ એમાં ઇક્વાડોર અને સેનેગવ વચ્ચે તેમજ નેધરલેન્ડ અને કતાર વચ્ચે પણ મેચ રમાશે. તો ગ્રુપ બીમા ઇગ્લેન્ડ અને વેલ્સ વચ્ચે તેમજ ઇરાન અને અમેરિકા વચ્ચે મેચ રમાશે.
