વિજય હઝારે ક્રિકેટ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર, આસામ, મહારાષ્ટ્ર અને કર્ણાટકે સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો.
Live TV
-
વિજય હઝારે ક્રિકેટ સ્પર્ધાની ગઈકાલે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં સૌરાષ્ટ્ર, આસામ, મહારાષ્ટ્ર અને કર્ણાટકે સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. નડિયાદમાં રમાયેલી પહેલી ક્વાર્ટર ફાઈનલમાં સૌરાષ્ટ્રે તમિલનાડુને 44 રને પરાજય આપીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સૌરાષ્ટ્રે હાર્વિક દેસાઈના 61, અર્પિત વસાવડાના 51 અને ચિરાગ જાનીના 52 રનની મદદથી 8 વિકેટે 293 રન નોંધાવ્યા હતા. જવાબમાં તમિલનાડુની ટીમે 249 રનમાં ઓલઆઉટ થતાં સૌરાષ્ટ્રનો વિજય થયોહતો. તમિલનાડુ તરફથી રવિ શ્રીનિવાસન સાંઈ કિશન 74 રન નોંધાવ્યા હતા. બીજી સેમિફાઈનલ મહારાષ્ટ્રે ઉત્તર પ્રદેશ સામે 58 રને વિજય મેળવ્યો હતો. મહારાષ્ટ્રે ઋતુરાજ ગાયકવાડના 159 બોલમાં 10 ચોગ્ગા અને 16 છગ્ગા સાથે નોંધાવેલા 220 રનની મદદથી 5 વિકેટે 330 રન નોંધાવ્યા હતા. જવાબમાં ઉત્તરપ્રદેશે આર્યનના 159 રનની મદદથી 272 રન નોંધાવતા મહારાષ્ટ્રનો વિજય થયો હતો. મહારાષ્ટ્રના રાજવર્ધને 5 વિકેટો ખેરવી હતી. ત્રીજી ક્વાર્ટર ફાઈનલમાં કર્ણાટકે પંજાબને 4 વિકેટે પરાજય આપ્યો હતો. પંજાબે 235 રન નોંધાવ્યા હતા. જવાબમાં કર્ણાટકે 6 વિકેટે 238 રન કરીને વિજય મેળવ્યો છે અને ચોથી ક્વાર્ટર ફાઈનલમાં આસામે જમ્મુ અને કાશ્મીરને 7 વિકેટે પરાજય આપ્યો હતો. કાશ્મીરે શુભમના 120 અને હેનાન નઝીરના 124 રનની મદદથી 7 વિકેટે 350 રન નોંધાવ્યા હતા. જવાબમાં આસામે રિયાન પરાગના 174 અને રિષવ દાસના 114 રનની મદદથી ત્રણ વિકેટે 354 રન કરીને વિજય મેળવ્યો હતો. આવતીકાલે રમાનારી પહેલી સેમિફાઈનલમાં સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે જ્યારે બીજી સેમિફાઈનલમાં મહારાષ્ટ્ર અને આસામ વચ્ચે મુકાબલો થશે.
