Skip to main content
Settings Settings for Dark

ભારત - વેસ્ટઈન્ડીઝ T20 સીરીઝની અંતિમ મેચમાં ભારતની 88 રનથી જીત, ભારતે 4-1 થી સીરીઝ પર વિજય કર્યો ફતેહ

Live TV

X
  • ફ્લોરિડા ખાતે T-20 મેચની શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ રમાઈ હતી.

    ફ્લોરિડા ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પાંચ T-20 મેચની શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ રમાઈ હતી. જેમાં ભારતને શાનદાર જીત મળી છે. આ સાથે જ ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની T20 સિરીઝનો અંત થયો છે. ભારતે આ સિરીઝ 4-1 થી જીતી લીધી છે. ભારતે આ પહેલા વન ડે સિરીઝ પણ શાનદાર અંદાજમાં જીતી લીધી હતી. અંતિમ મેચમાં રોહિત શર્માને આરામ અપાતા, હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યુ હતુ. ભારતે શ્રેયસ અય્યરની અડધી સદીની મદદથી વેસ્ટ ઈન્ડિઝ સામે 189 રનનો પડકાર 7 વિકેટે રાખ્યો હતો. તો, સામે 16મી ઓવરના ચોથા બોલની રમતમાં જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી અને પૂરી 20 ઓવર બેટીંગ કરી શક્યું નહોતું. આમ 88 રને ભારતનો વિજય થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply