Skip to main content
Settings Settings for Dark

એશિયા કપ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની ઘોષણા, રોહિત શર્મા કેપ્ટન અને કે. એલ. રાહુલ વાઈસ કેપ્ટન

Live TV

X
  • આ ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમવામાં આવશે.

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની ઘોષણા કરી છે. આ ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી સંયુક્ત અરબ અમિરાતમાં રમવામાં આવશે. રોહિત શર્મા કેપ્ટન અને કે. એલ. રાહુલ વાઈસ કેપ્ટન હશે. વિરાટ કોહલી પણ આ 15 સભ્યોની ટીમનો ભાગ રહેશે. આ ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં 6 ટીમ શામેલ હશે. ભારતની સૌથી પહેલી મેચ 28 ઓગસ્ટના રોજ પાકિસ્તાન સામે હશે. જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલને ઈજા થઈ હોવાને કારણે એશિયા કપ માટેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

    એશિયા કપ માટે ભારતીય ટીમ

    રોહિત શર્મા (કેપ્ટન), કે. એલ. રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, વાય. ચહલ, આર. બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply