ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ; ભારતની સ્થિતિ મજબૂત; ભારત 357/6, પંત 96
Live TV
-
આજે મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 85 ઓવર પર 6 વિકેટના નુકસાને 357 રન બનાવ્યા છે. ઈન્ડિયન ટીમના વિકેટકીપર બેટર રિષભ પંતે પહેલા દિવસે તોફાની બેટિંગ કરી હતી. તેણે 97 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 96 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
વિરાટ કોહલી પોતાની 100મી ટેસ્ટમાં 45 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થતા સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચેલા દર્શકો પણ દુઃખી થઈ ગયા હતા. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાં પોતાના 8000 રન પૂરા કરી લીધા છે. કોહલીએ ટેસ્ટમાં આ સિદ્ધિ ઈનિંગના 38મા રન સાથે મેળવી લીધી હતી. વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે 8000 ટેસ્ટ રન બનાવનારો છઠ્ઠો ખેલાડી બની ગયો છે.
આજથી ન્યૂઝીલેન્ડમાં મહિલા વન ડે વર્લ્ડકપનો પ્રારંભ થયો છે. જેમાં પહેલી ક્રિકેટ મેચ આજે ન્યૂઝીલેન્ડ અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાઈ રહી છે. ભારત તેની પ્રથમ મેચ 6 માર્ચે પાકિસ્તાન સામે રમશે.
