Skip to main content
Settings Settings for Dark

ઓસ્ટ્રેલિયન લેગ સ્પીનર શેન વોર્નનું 52 વર્ષની વયે હૃદયરોગના હુમલાને લીધે થયું નિધન

Live TV

X
  • શેન વોર્ન સમગ્ર વિશ્વમાં વોર્નીના નામથી હતા જાણીતા ક્રિકેટર હતા

    ઓસ્ટ્રેલિયન લેગ સ્પીનર શેન વોર્નનું અવસાન થયું છે. 52 વર્ષના શેન વોર્ન સર્વકાલીન લેગ સ્પીનરમાંથી એક હતાં. વોર્નની મેનેજમેન્ટ ટીમ દ્વારા અપાયેલા નિવેદન અનુસાર તેમનું નિધન થાઇલેન્ડમાં થયું હતું. હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયાનું અનુમાન છે. વોર્ન 1995થી 2007 સુધી 145 ટેસ્ટ અને 194 વન-ડે રમ્યા છે. જેમાં તેમણે કુલ એક હજાર એક વિકેટ લીધી છે. શેન વોર્ન સમગ્ર વિશ્વમાં વોર્નીના નામથી હતા જાણીતા ક્રિકેટર હતા. તેઓએ ક્રિકેટ વર્લ્ડકપ 1999 અને પાંચવાર એશિઝ જીતનારી ટીમનો સભ્ય હતા. આ એશિઝ ટુર્નામેન્ટ વર્ષ 1993-2003 દરમિયાન રમાયેલી હતી જેમાં વોર્ને બોલર તરીકે ખૂબ સારૂ પ્રદર્શન કર્યુ હતું.

    શેન વોર્ન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર વિશ્વના બીજા અને ઓસ્ટ્રેલિયાનો પ્રથમ બૉલર હતા. શેન વોર્નને 708 ટેસ્ટ વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં તેણે 12 ફિફ્ટી પણ મારી હતી. શેન વોર્ને કુલ 3154 રન પણ બનાવ્યા હતા. જેમાં સૌથી વધુ 99 રનનો તેનો સ્કોર હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન રોડની માર્શનું પણ નિધન થયું છે. તેઓ 74 વર્ષના હતાં. એક સપ્તાહ પહેલા તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમણે ઓસ્ટ્રેલિયા માટે ફસ્ટક્લાસ ટેસ્ટ અને વન-ડે સહિત કુલ 445 મેચ રમી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply