Skip to main content
Settings Settings for Dark

ઈન્ડિયન ટીમે શ્રીલંકા વિરૂદ્ધ પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે મોહાલીમાં પોતાનો દબદબો બનાવ્યો

Live TV

X
  • ઈન્ડિયન ટીમે શ્રીલંકા વિરૂદ્ધ પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે મોહાલીમાં પોતાનો દબદબો બનાવી લીધો છે. શ્રીલંકા ટીમે પહેલી ઈનિંગમાં 574 રને 8 વિકેટ પર ઈનિંગ ડિક્લેર કરી દીધી હતી. તેવામાં શ્રીલંકાનો સ્કોર 108 રન 4 વિકેટ પર રહ્યો છે. શ્રીલંકાએ ફોલોઓનથી બચવા માટે હજુ પણ 267 રનની જરૂર છે. આજે શનિવારે ભારતના રવિચંદ્રન અશ્વિને મેચમાં 2-2 વિકેટ લીધી છે.

    મોહાલીમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચ કોહલી માટે વિશેષ હતી. વિરાટ કોહલી પોતાની ટેસ્ટ કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. પહેલી ઈનિંગમાં 45 રનમાં આઉટ થયા પછી વિરાટ કોહલી ફિલ્ડિંગ કરવા આવ્યો ત્યારે ઈન્ડિયન ટીમના ખેલાડીઓએ તેને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કર્યો છે.

    રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરતા 228 બોલમાં અણનમ 175 રન કર્યા છે. આની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ મેચમાં રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર સિક્સર ફટકારીને 150 રનનો આંકડો પૂરો કર્યો હતો. રવિન્દ્ર જાડેજાની ટેસ્ટ કારકિર્દીની બીજી જ સદી છે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની 11મી સદી છે. આની પહેલા રવિન્દ્ર જાડેજાએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે 100 રન કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply