Skip to main content
Settings Settings for Dark

ભારત-શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ; ફોલોઓન પછી શ્રીલંકાનો ધબડકો

Live TV

X
  • ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં શરૂ થયેલ પ્રથમ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. આજના દિવસે સવારના સેશનમાં બુમરાહે ચરિથા અસલંકાને એલ.બી.ડબલ્યું આઉટ કર્યો હતો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ નિરોસન ડિકવેલા અને સુરંગા લકમલને આર.અશ્વીનના હાથે શુન્ય રને કેચ આઉટ કરાવીને પેવેલીયનનો રસ્તો બતાવ્યો હતો. ગઈકાલે ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે 574 રને આઠ વિકેટે દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ અણનમ 175 રન બનાવી આક્રમક પારી રમી હતી. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના 5000 રન પૂરા કર્યા છે. ગઇકાલે શ્રીલંકાની બે વિકેટ ઝડપીને આર.અશ્વીને કુલ 432 વિકેટ લીધી છે. જેમા તેણે હેડલીની 431 વિકેટનો વિક્રમ તોડ્યો છે. છેલ્લા સમાચાર મુજબ શ્રીલંકાના સાત વિકેટે 173 રન બન્યાં છે.
    પહેલી ઈનિંગમાં પથુમ નિસાંકા 61 રન કરીને અણનમ રહ્યો હતો. જ્યારે ભારત તરફથી સર રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લઈ શ્રીલંકન બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply