Skip to main content
Settings Settings for Dark

ભારત સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં

Live TV

X
  • દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલ ICC મહિલા ટી-20 વિશ્વકપમાં ભારતે ગ્રુપ-બીની પોતાની છેલ્લી મેચમાં આયરલેન્ડને ડકવર્થ લૂઈસના માધ્યમથી પાંચ રનથી હરાવી દીધું છે. આ જીતની સાથે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતની હરમનપ્રીત કૌર 150 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર દુનિયાની પ્રથમ ખેલાડી બની ગઈ છે. માત્ર મહિલાઓમાં જ નહીં પુરુષો મળીને પણ કોઈએ 150 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. હરમનપ્રીતે 150મી ટી20 મેચમાં 3006 રન બનાવ્યા છે. 

    ભારતે સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલા ટીમ 2018 અને 2020 સીઝનમાં અંતિમ-4માં પહોંચી હતી. 2020માં ભારતીય ખેલાડીએ ફાઈનલ પણ રમી હતી, પરંતુ ત્યારબાદ તેને ઓસ્ટ્રેલિયા સામે હારીને ટાઈટલ ગુમાવવું પડ્યું હતું. કેબેરાના સેન્ટ જ્યોર્જિયા મેદાન પર ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યા બાદ બેટિંગ કરતા ઓપનર સ્મૃતિ મંધાનાની કારકિર્દીની બેસ્ટ (87 રન) ઈનિંગ્સને કારણે 20 ઓવરમાં 6 વિકેટે 155 રન બનાવ્યા હતા.

    જવાબમાં આયરિશ ટીમે 8.2 ઓવરમાં માત્ર 54 રન જ બનાવ્યા હતા કે વરસાદ પડ્યો. જ્યારે ટીમ ઈન્ડિયા DLS મેથડ હેઠળ 5 રનથી આગળ હતી. વરસાદ બંધ ન થતાં ભારતને વિજયી જાહેર કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply