મહિલા પ્રિમિયર લીગમાં આજે રોયલ ચેલેન્જ બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે
Live TV
-
મહિલા પ્રિમિયર લીગમાં આજે રોયલ ચેલેન્જ બેંગ્લોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે.તો રવિવારે પ્રથમ મુકાબલામાં દિલ્લી કેપિટલે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 60 રનથી હરાવ્યું હતું.દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 224 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેની સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોર 8 વિકેટના નુકશાને 163 રન જ બનાવી શક્યું હતું. જ્યારે બીજા મુકાબલામાં યુપી વોરિયર્સે ગુજરાત જાયન્ટસને ત્રણ વિકેટે હાર આપી હતી. ગુજરાત જાયન્ટસે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 169 રન બનાવ્યા છે. જેની સામે યુપી વોરિયર્સે કિરણ અને હેરીસની શાનદાર અડધી સદીની મદદથી જીત મેળવી હતી.
