Skip to main content
Settings Settings for Dark

મહિલા વિશ્વ કપમાં ભારતની વેસ્ટ ઇન્ડીઝ સામે 155 રનની શાનદાર જીત

Live TV

X
  • મહિલા વિશ્વ કપમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે મેચ રમાઈ છે. ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે 155 રનની શાનદાર જીત મેળવી છે. ગ્રુપ સ્ટેજના આ મુકાબલામાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે બેટિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વેસ્ટ ઇન્ડીઝને 318 રનનો લક્ષ્ય આપ્યો હતો. ભારતે 8 વિકેટ ગુમાવીને 317 રન કર્યા હતા. ભારત તરફથી સ્મ્રિતિ મન્ધાનાએ 119 બોલમાં 123 અને હરમનપ્રીત કૌરે 107 બોલમાં 109 રન કરીને શાનદાર સદી ફટકારી હતી. ભારતની આ ત્રીજી ગ્રુપ સ્ટેજ મેચ હતી. આજની આ મેચમાં ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગત 2 મેચમાં ભારતે એક મેચમાં જીત મેળવી હતી, તો એક મેચમાં હાર થઇ હતી. ભારત હાલ પોઇન્ટ ટેબલમાં પાંચમાં સ્થાન પર છે, અને સેમિફાઇનલ માટે ક્વોલિફાઇ થવા ટોપ-4માં સ્થાન મેળવવું અનિવાર્ય છે. તેથી દરેક ગ્રુપ સ્ટેડ મેચ મહત્વપૂર્ણ થઇ જાઇ છે.

    અત્રે એ પણ અગત્યનું છે કે, મહિલા વર્લ્ડ કપમાં ભારત - વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 6 મેચો રમાયેલી છે, જે તમામ મેચોમાં ભારતની જીત થઇ છે અને ફરી એક વખત ભારતે મેચમાં જીત મેળવી લીધી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply