Skip to main content
Settings Settings for Dark

ભારત-શ્રીલંકા ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ; શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવી કર્યા 86 રન

Live TV

X
  • ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ અંતર્ગત રમાઈ રહેલી બીજી અને છેલ્લી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ડે- નાઈટ રમાઈ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત પુરી થતાં આજે ભારત પાસે પ્રથમ ઈનિંગના આધારે 166 રનની સરસાઇ છે. ભારતના પ્રથમ ઈનિંગના 252 રનના જવાબમાં શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં છ વિકેટના નુકશાન સાથે 86 રન નોંધાવ્યા હતા. જેમાં જસપ્રીત બુમરાહે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી અત્યારે લસિથ એમ્બુલડેનિયા 0 અને નિરોશન ડિકવેલા 13 રન કરી ક્રીઝ પર હાજર છે. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતનો ઓપનર મયંક અગ્રવાલ 35 ટેસ્ટ ઈનિંગમાં પહેલીવાર રનઆઉટ  થયો. જ્યારે રોહિત શર્મા પણ સસ્તામાં પેવેલીયન પરત ફર્યો હતો. બીજી બાજુ હનુમા વિહારીએ 31 રન તેમજ શ્રેયસ ઐયરે સૌથી વધુ 92 રનનું યોગદાન આપ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply