Skip to main content
Settings Settings for Dark

ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રીલંકન ટીમ થઈ ઓલઆઉટ; ભારત 414* રનથી આગળ

Live TV

X
  • ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ અંતર્ગત રમાઈ રહેલી બીજી અને છેલ્લી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ હતો. ડે- નાઈટ રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં ભારતે 5 વિકેટના નુકશાને 199 રન કર્યા છે. આ મેચની પ્રથમ દિવસની રમત પૂરી થતાં આજે ભારત પાસે પ્રથમ ઈનિંગના આધારે 166 રનની સરસાઇ હતી. ભારતના પ્રથમ ઈનિંગના 252 રનના જવાબમાં શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં ગઈકાલ સુધીમાં છ વિકેટના નુકશાન સાથે 86 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી અત્યારે લસિથ એમ્બુલડેનિયા 0 અને નિરોશન ડિકવેલા 13 રન કરી ક્રીઝ પર હાજર હતા. ટેસ્ટ મેચના આજે બીજા દિવસે શ્રીલંકન ટીમ પહેલા દાવમાં 109 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેમાં ભારતીય બોલર જસપ્રીત બુમરાહે 5 તથા અશ્વિન અને શમીએ 2-2 વિકેટ લીધી હતી. આ દરમિયાન એન્જેલો મેથ્યુસ ટોપ સ્કોરર રહ્યો હતો.
    જ્યારે બીજી ઈનિંગના ડિનર બ્રેક બાદ ભારતીય ટીમ 6 વિકેટના નુકસાન સાથે 271 રન સુધી પહોંચી છે. પહેલી ઈનિંગના સ્કોરને પરિણામે ભારત અત્યારે 414 રનથી આગળ છે. અત્યારે શ્રેયસ અય્યર અને આર.અશ્વિન બેટિંગ કરી રહ્યા છે. અત્રે અગત્યનું છે કે, આ મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply