Skip to main content
Settings Settings for Dark

એફ.આઇ.એચ. હોકી પ્રો લીગમાં ભારતીય પુરૂષ હોકી ટીમે જર્મનીને હરાવી શાનદાર જીત મેળવી

Live TV

X
  • એફ.આઇ.એચ. હોકી પ્રો લીગમાં ભારતીય પુરૂષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગુરૂવારે  જર્મનીને હરાવ્યું હતું. ભારતીય હોકી ટીમના વાઇસ કેપ્ટન હરમનપ્રિત સિંગના બે ગોલની મદદથી જર્મની સામે પ્રથમ મેચમાં 3-0 થી જીત મેળવી હતી. હરમનપ્રિતે 18મી અને 27મી મિનિટે પેનેલ્ટી કોર્નરની મદદથી ગોલ ફટકાર્યો હતો. જ્યારે અભિષેકે 45મી મિનિટે ગોલ કર્યો હતો. 

    ભારતે આ ટુર્નામેન્ટમાં સારી શરૂઆત કરી છે. જોકે પ્રથમ ક્વાટરમાં કોઇપણ ટીમ ગોલ કરી શકી ન હતી. બીજા ક્વાટરમાં ભારતના હરમને 18મી મિનિટે ગોલ ફટકાર્યો હતો. હાફ ટાઇમની ત્રણ મિનિટ પહેલા હરમને બીજો ગોલ ફટકાર્યો હતો. બીજા હાફમાં હરમનપ્રિતના વેરિયેશન પર અભિષેકે ગોલ કરીને સ્કોર 3-0 કર્યો હતો. જર્મનીને મેચમાં આઠ પેનેલ્ટી કોર્નરની તક મળી હતી જોકે તેમના ખેલાડીઓ એક પણ ગોલ કરી શક્યા નહોતા. આ મેચમાં જીત બાદ ભારત ટોચ પર પહોચી ગયું છે. જ્યારે જર્મની બીજા ક્રમે છે. બન્ને ટીમો આજે તેની બીજી મેચ રમશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply