સૌરાષ્ટ્ર યુનિ.ની વિદ્યાર્થીની જ્હાનવી મહેતાની 'ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી જુડો ચેમ્પિયનશીપ' માં પસંદગી
Live TV
-
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કણસાગરા મહિલા કોલેજની વિદ્યાર્થીની જ્હાનવી નિર્મળભાઈ મહેતા "ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી જુડો ચેમ્પિયનશીપ" માં પસંદગી પામતા આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબની મુલાકાત માટે આવેલ હતી.
કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી એ જ્હાનવીને રાષ્ટ્રીય કક્ષાની જુડો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ ઉજાગર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. જ્હાનવી મહેતાએ આગામી સમયમાં બેંગ્લોર ખાતે રમાનાર ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી જુડો ચેમ્પિયનશીપમાં ભાગ લેશે.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક (કાર્યકારી) ડૉ. મીનાક્ષીબેન પટેલ તથા ગીતાંજલી કોલેજના શારીરિક શિક્ષણના અધ્યાપક ભૂમીબેન વરિયા ઉપસ્થિત રહ્યા હતા.
