IPLના રોમાંચક મુકાબલામાં ચેન્નાઈએ મુંબઈને 3 વિકેટે હરાવ્યું, મુંબઈની આ સીઝનમાં સતત 7મી હાર
Live TV
-
ગઈકાલે DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી.
ગઈકાલે DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં આ મુંબઈની સતત 7મી હાર છે. રોમાંચક મેચમાં ચેન્નાઈએ મુંબઈને 3 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈએ 156 રનનો ટાર્ગેટ 7 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ પહેલા મુંબઈએ 7 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા.
156ના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. શરુઆતમાં જ 2 વિકેટ પડી ગયા બાદ ઉથપ્પા અને રાયડુએ ટીમની કમાન સંભાળી હતી. બાદમાં ધોનીએ બાજી સંભાળી અને ટીમને રોમાંચક જીત અપાવી હતી. ધોનીએ 13 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેણે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને આ સિઝનની બીજી જીત અપાવી હતી. તો આજે સાંજે દિલ્હી કેપિટલ અને રાજસ્થાન રોયલ વચ્ચે મેચ રમાશે
