Skip to main content
Settings Settings for Dark

ખેલો ઈન્ડિયા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ.ની શૈલજા પટેલે 10 મી. એરરાઈફલ ઈવેન્ટમાં જીત્યો સુવર્ણ ચંદ્રક

Live TV

X
  • ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં આકરી હરીફાઈ જોવા મળી રહી છે.તરણ સ્પર્ધામાં 200-મીટર બટરફ્લાયમાં આર્યન પંચાલે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જૈન યુનિવર્સિટીના રાજ રેલેકર બીજા ક્રમે આવ્યા હતા. SRM યુનિવર્સિટીના વિકાસ પ્રભાકર ત્રીજા સ્થાને આવ્યા હતા.

    મલ્લખંભની સ્પર્ધામાં મુંબઈ યુનિવર્સિટીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી અને સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીએ સ્થાન મેળવ્યું હતું.

    98-કિલોગ્રામ સિનિયર વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી પૂણેના વૈષ્ણવ ઠાકુરે 313 કિલો વજન ઉઠાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. સંત બાબા ભાગ સિંહ યુનિવર્સિટીના ગુરપ્રીત રાયહે 290 કિ.ગ્રા વજન ઉઠાવીને સિલ્વર જીત્યો અને કલિંગા યુનિવર્સિટીના પુનિત ચંદ્ર સાહુએ 285 કિગ્રા વજન ઉઠાવીને કાંસ્ય મેડલ જીત્યો. 

    મહિલાઓની 76-કિલો વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં યુનિવર્સિટી ઓફ કાલિકટની સ્વાતિ કિશોરે 188 કિ.ગ્રા વજન ઉઠાવીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply