Skip to main content
Settings Settings for Dark

મનીલામાં એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પી.વી. સિંધુએ મહિલા સિંગલ્સના સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ

Live TV

X
  • મનીલામાં એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા અને ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન પી.વી. સિંધુએ મહિલા સિંગલ્સના સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ક્વાર્ટર ફાઇનલમાં સિંધુએ પાંચમી ક્રમાંકિત ચીનની બિંગ ઝિયાઓને 1 કલાક અને 16 મિનિટમાં 21-9, 13-21, 21-19થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે પી.વી. સિંધુએ પોતાના માટે મેડલ નિશ્ચિત કરી લીધો છે. સિંધુ આજે સેમિફાઇનલમાં જાપાનની ટોચની ક્રમાંકિત અકાને યામાગુચી સામે ટકરાશે. અકાને યામાગુચીએ છઠ્ઠી ક્રમાંકિત થાઈલેન્ડની પોમ્પાવી ચેઓંગને હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply