Skip to main content
Settings Settings for Dark

ફૂટબૉલ: ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં રિયાલ મેડ્રીડ અને લિવરપૂલ વચ્ચે રમાશે મુકાબલો

Live TV

X
  • ફૂટબૉલ: યુરોપની પ્રખ્યાત ચેમ્પિયન્સ લીગમાં સેમિફાઇનલના બીજા લેગના રોમાંચક મુકાબલામાં સ્પેનના ક્લબ રિયાલ મેડ્રીડે ઇંગ્લેન્ડના ક્લબ મેન્ચેસ્ટર સીટીને 3-1 થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. મેડ્રીડ એક્સ્ટ્રા ટાઇમમાં કરીમ બેનઝેના ગૉલના આધારે જીત મેળવી હતી. પ્રથમ લેગના મુકાબલામાં મેન્ચેસ્ટર સીટીની 4-3 થી જીત થઇ હતી. રિયાલ મેડ્રીડે બંન્ને લેગના સ્કોરના આધારે એકંદરે 6-5 થી મુકાબલો જીત્યો હતો. ગત વર્ષના ચેમ્પિયન્સ લીગના ફાઇનલના મુકાબલામાં મેન્ચેસ્ટર સીટીની ચેલ્સી સામે 1-0 થી હાર થઇ હતી. 

    પ્રથમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડના ક્લબ લિવરપૂલની સ્પેનના ક્લબ વીલારિયલ સામે એકંદરે 5-2 થી જીત થઇ હતી. ચેમ્પિયન્સ લીગ 2022ની ફાઇનલમાં હવે લીવરપુલ અને રિયાલ મેડ્રીડ વચ્ચે 29 મે ના રોજ મુકાબલો થશે. 2018 ના ચેમ્પિયન્સ લીગના ફાઈનલ મુકાબલામાં પણ મેડ્રીડ અને લીવરપુલ વચ્ચે ટક્કર થઇ હતી જેમા રિયાલ મેડ્રીડે લિવરપૂલને 3-1 થી હરાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply