ભોપાલઃ 12મી હોકી ઈન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનો આજથી પ્રારંભ
Live TV
-
આજથી 12મી હોકી ઈન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2022 ની મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે શરૂઆત થશે. 12 દિવસ સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 27 ટીમો ભાગ લઇ રહી છે. ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી ટીમોને 8 ગ્રુપમાં વહેચવામાં આવી છે. આ ચેમ્પિયનશિપમાં 8 દિવસ સુધી ગ્રુપ મેચો રમાશે અને ગ્રુપ મેચોની સમાપ્તિ પછી ક્વાર્ટર ફાઇનલ મુકાબલાઓની શરૂઆત 14 મે થી થશે. સેમિફાઇનલ મુકાબલાઓ 16 મે ના રોજ રમાશે અને પદક માટેની મેચોનું 17 મે ના રોજ આયોજન કરવામાં આવશે.
