સુરતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિકા કુકડીયાએ રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું
Live TV
-
એક ગુજરાતી કહેવત છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ જ કહેવત સાબિત કરી છે સુરતનાં એક પેરા ખેલાડીએ. સુરત શહેરની પેરા ખેલાડી ભાવિકા કુકડિયાએ માતાપિતા, સુરત અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. જન્મથી કરોડરજ્જુની તકલીફ હોવાના કારણે 8 વર્ષે થોડું ચાલતા શીખ્યાં હતાં. જોકે, તેનું મનોબળ ભાંગ્યું હતું નહિ અને તેમણે તનતોડ મહેનતથી રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનનારાં ભાવિકા ગુજરાતના પહેલાં પેરા ખેલાડી છે. જે પોતાની કેટેગરી 6માં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયાં છે.
તેઓ ઈન્દોરમાં યોજાયેલી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપમાં જીત્યા છે. ભાવિકા કુકડિયાએ જણાવ્યું હતું કે, જે લોકો મને રમતા જોતા તેઓ કહેતા કે તારાથી રમી શકાય એમ નથી, પરંતુ મેં હિંમત હાર્યા વગર નિશ્ચય કર્યો કે, મારે મારી કારકિર્દી ટેબલ ટેનિસમાં બનાવવી છે. અને તેમાં હું સફળ બની.
