બેડમિન્ટનઃ થોમસ કપની સેમિફાઈનલમાં પહોંચીને ભારતીય પુરૂષ ટીમે ઇતિહાસ રચ્યો
Live TV
-
બેડમિન્ટનમાં થોમસ કપમાં ભારતીય પુરૂષ ટીમે ઇતિહાસ રચ્યો છે. થોમસ કપમાં રમી રહેલી ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાને 3-2 થી હરાવ્યુ હતું. આ જીત સાથે ભારતે પ્રથમ વખત પદક સુનુશ્ચિત કર્યો છે. ભારતીય ટીમ તરફથી સિંગલ્સમાં શ્રીકાંત અને પ્રણોયે અને ડબલ્સમાં સાત્વિક-ચીરાગની જોડીએ જીત મેળવી હતી.
નિર્ણાયક મેચમાં પ્રણોયે જીત મેળવી ગ્રુપ ટાઇ 3-2 થી ભારતના નામે કરી હતી. ભારત 43 વર્ષ પછી થોમસ કપની સેમિફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલાં ભારતે 1952,1955 અને 1979 સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમિફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો ડેનમાર્ક સામે થશે.
