મહિલા વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશીપમાં ચાર ભારતીય મુક્કેબાજોએ ફાઇનલમાં પહોંચી રચ્યો ઇતિહાસ
Live TV
-
નવી દિલ્હીમાં ચાલી રહેલી મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતનો દબદબો જોવા મળ્યો છે. ભારતનાં 4 મહિલા બોક્સરે ફાઈનલમાં પહોંચી ઈતિહાસ રચ્યો છે. ભારતીય બોક્સર નિકહત ઝરીન, સ્વિટી બોરા, લવલિના બોરગોહેન અને નીતૂ ઘંઘાસે ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ભારતના 4 સિલ્વર મેડલ નક્કી થઈ ગયા છે. જોકે, સેમિફાઈનલમાં વર્તમાન ચેમ્પિયન નિકહત ઝરીન 50 કિલોગ્રામ વર્કમાં કોલમ્બિયાની ઈનગ્રીડ વેલેન્સિયાને હરાવી ફાઈનલમાં પહોંચ્યા છે. જ્યારે બોક્સર નીતૂ ઘંઘાસે કઝાકિસ્તાનની અલુઆ બલ્કિબેકોવાને મહાત આપી હતી.
ભારતીય સ્ટાર બોક્સર નિખત ઝરીનનું વર્લ્ડ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. નિખતે 50 કિગ્રા કેટેગરીમાં રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ કોલંબિયાની ઇંગ્રિટ વાલેંસિયાને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ નિખત સતત બીજા વર્ષે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયશિપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. નિખતે વર્ષ 2022 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આની પહેલા કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન નીતૂ ઘંઘાસે 48 કિગ્રા કેટેગરીમાં વર્લ્ડ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. હરિયાણાની 22 વર્ષની નીતૂએ સેમિફાઈનલમાં હાલની એશિયન ચેમ્પિયન અને ગત વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલિસ્ટ કઝાકિસ્તાનની અલુઆ બાલ્કિબેકોવાને હરાવી હતી. નીતૂએ પૂરી આક્રમકતા સાથે રમત રમી હતી.
