Skip to main content
Settings Settings for Dark

મહિલા હોકી વિશ્વ કપમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો

Live TV

X
  • એફ.આઇ.એચ મહિલા હોકી વિશ્વ કપની મહત્વપૂર્ણ અંતિમ પૂલ મેચમાં આજે ભારતનો સામનો ન્યુઝીલેન્ડ સામે થશે. ભારત માટે ક્વાર્ટર ફાઇનલની આશા જીવંત રાખવા માટે આ મેચ અત્યંત મહત્વપૂર્ણ છે. પૂલ બી માં ભારત અત્યારે ત્રીજા સ્થાન પર છે. ભારતના અત્યાર સુધીના બંને મુકાબલા ડ્રો રહ્યા છે.  ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચ અને ચીન સામેની બીજી મેચ 1-1 થી ડ્રો રહી હતી. ક્વાર્ટર ફાઇનલની આશા જીવંત રાખવા માટે ટોપ-3 માં સ્થાન મેળવવું અનિવાર્ય છે. ભારત ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવીને કવાર્ટર ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવી શકે છે. ટુર્નામેન્ટના ફોર્મેટ મુજબ, 16 ટીમોને ચાર ટીમોના ચાર પૂલમાં વહેંચવામાં આવી છે. દરેક પૂલમાંથી ટોચની ચાર ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો ક્રોસઓવરમાં જોવા મળશે. આ મેચ નેધરલેન્ડના એમ્સ્ટેલવીનમાં ભારતીય સમય પ્રમાણે રાત્રે 11 વાગ્યે રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply