ઇંગ્લેન્ડના સાઉથહેમ્પ્ટન ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજે T-20 સિરીઝની પ્રથમ મેચ રમાશે
Live TV
-
આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણીની પ્રથમ મેચ ઇંગ્લેન્ડના સાઉથહેમ્પ્ટન ખાતે રમાશે. ભારતીય ટીમ ટેસ્ટ મેચમાં મળેલી હાર બાદ આજે જીતની આશા સાથે મેદાન પર ઉતરશે. કોવિડ સંક્રમણના કારણે ટેસ્ટ મેચ ચૂકી ગયેલા રોહિત શર્મા ત્રણ મેચની ટી20 શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. ગત વર્ષના વિશ્વ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર ફેંકાયા બાદ ભારતે પૂર્ણ થયેલી 15 ટી-20 મેચ માંથી 13 મેચ જીતી છે. ઇંગ્લેન્ડ ટીમનું નેતૃત્વ જોસ બટલર કરશે. મેચની શરૂઆત ભારતીય સમય પ્રમાણે રાત્રે 10.30 વાગ્યે થશે. ભારતીય ટીમ આ પ્રવાસ દરમિયાન ત્રણ ટી20 ઉપરાંત ત્રણ એકદિવસીય મેચ પણ રમશે.
