નૂર સુલ્તાન ખાતે એલાર્ડો કપ બોક્સિંગ સ્પર્ધામાં ભારતની ક્લાઈવાની શ્રીનિવાસન ફાઈનલમાં
Live TV
-
કઝાખસ્તાનના નૂર સુલ્તાનમાં એલાર્ડો કપ બોક્સિંગ સ્પર્ધામાં ભારતની ક્લાઈવાની શ્રીનિવાસન ફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે 48 કિલો વજન વર્ગમાં સેમિફાઈનલમાં ઉઝબેકિસ્તાનની ફારજોના ફોજિલોવાને હાર આપી હતી. ઉલ્લેખનીય છે કે અંતિમ સ્પર્ધા આજે થશે. ભારતની બબિતા બિષ્ટ, જ્યોતિ અને નીમાને કાંસ્ય ચંદ્રક મળ્યો છે. તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતના કુલદીપ, પુરુષ વર્ગના 48 કિલો વજનમાં સેમિફાઈનલમાં પહોંચ્યા છે. ક્વાર્ટર ફાઈનલમાં તેમણે કઝાખસ્તાનના કાઈરાત યરનૂરને 3-2થી હાર આપી હતી. ભારતના જ યશપાલને 71 કિલો વજનમાં ક્વાર્ટર ફાઈનલમાં કઝાખસ્તાનના અસ્લાનબેક શિંબરજેનોવે હાર આપી હતી.
