પાંચમી ટેસ્ટના બીજા દિવસે ઈંગ્લેન્ડએ ફ્કત 84 સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી
Live TV
-
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચી ટેસ્ટ મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડએ ફક્ત 84ના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી હતી. અત્યારે ઈંગ્લેન્ડ તરફથી જોની બેરસ્ટો અને બેન સ્ટોક્સ બેટિંગ કરી રહ્યા છે. ભારતના ફાસ્ટ બોલર અને કેપ્ટન જસપ્રિત બુમહરા ફક્ત 35 રન આપીને 3 વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને મુશ્કેલીમાં નાંખી હતી. જ્યારે અન્ય બોલરોમાં મોહમ્મદ શામી અને મોહમ્મદ શિરાજએ એક-એક વિકેટ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટના પ્રથમ દિવસે રિશભ પંથની 146 રન અને રવિન્દ્ર જાડેજાની 104 રનની શાનદાર બેટિંગની મદદથી ભારતે 84.5 ઓવરમાં 416નો લક્ષ્ય આપ્યો હતો.
