Skip to main content
Settings Settings for Dark

મહિલા T-20 વર્લ્ડ કપની આજે પહેલી સેમિફાઈનલ, કેપટાઉનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ટીમ ઈન્ડિયા

Live TV

X
  • દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી મહિલા ટી-20 વિશ્વ કપના પ્રથમ સેમિફાઇનલ મેચમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા સામ-સામે ટકરાશે. વર્તમાન ટુર્નામેન્ટના ગૃપસ્ટેજમાં ભારતીય ટીમના રમતવીરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ભારતીય મહિલા ટીમે અત્યાર સુધીમાં રમાયેલ ચાર મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે..જ્યારે ઇગ્લેન્ડ સામે માત્ર 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પાંચ વાર વર્લ્ડકપ ટાઇટલ જીતનાર ઓસ્ટ્રેલિયા ટીમ અત્યારે પણ ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. ઓસ્ટ્રેલિયાએ વર્તમાન ટુર્નામેન્ટના ગૃપસ્ટેજમાં પોતાની બધી મેચ જીતી છે અને ગૃપમાં ટોપ પર રહી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

    ભારતે સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલા ટીમ 2018 અને 2020 સીઝનમાં અંતિમ-4માં પહોંચી હતી. 2020માં ભારતીય ખેલાડીએ ફાઈનલ પણ રમી હતી, પરંતુ ત્યારબાદ તેને ઓસ્ટ્રેલિયા સામે હારીને ટાઈટલ ગુમાવવું પડ્યું હતું. ભારતની હરમનપ્રીત કૌર 150 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર દુનિયાની પ્રથમ ખેલાડી બની ગઈ છે. માત્ર મહિલાઓમાં જ નહીં પુરુષો મળીને પણ કોઈએ 150 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. હરમનપ્રીતે 150મી ટી20 મેચમાં 3006 રન બનાવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply