મુરલી વિજયે ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત
Live TV
-
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયે ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. વર્ષ 2002થી 2018 સુધી મૂરલી વિજય ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહ્યા છે. મૂરલી વિજયે આજે તેમના તમામ સહયોગી ક્રિકેટરોને પણ યાદ કર્યા હતા તેમજ તેમની કારકિર્દીની અનેક યાદગાર પળોને યાદ કરી હતી. મૂરલી વિજયે તેમની ક્રિકેટયાત્રાને અત્યંત યાદગાર ગણાવી છે.
