મોહમ્મદ શમી માટે આવ્યા રાહતના સમાચાર, BCCIએ ગ્રેડ-બી કોન્ટ્રાક્ટ આપ્યો
Live TV
-
શમીને B ગ્રેડમાં રાખવામાં આવ્યો છે. B ગ્રેડ અંતર્ગત શમીને વાર્ષિક 3 કરોડ રૂપિયા મળશે
ક્રિકેટર મોહમ્મદ શમી માટે આવ્યા છે રાહતના સમાચાર...લગાતાર પત્નીના આરોપોથી શમીની મુશ્કેલી વધી ગઈ હતી..જોકે પત્ની હસીન જહાં દ્વારા લગાવેલા સંગીન આરોપો બાદ મોહમ્મદ શમીને બીસીસીઆઈની સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ લિસ્ટથી બહાર કરી દીધો હતો. જોકે હવે શમી માટે રાહતના સમાચાર આવી રહ્યાં છે. બીસીસીઆઈની એન્ટી કરપ્શન યૂનિટે તેમને ક્લિન ચીટ આપી દીધી છે. શમીને ફરીથી સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાં સામેલ કરતાં ગ્રેડ-બીમાં રાખવામાં આવ્યો છે, જે હેઠળ તેમને 3 કરોડ રૂપિયા વર્ષે આપવામાં આવશે. આ સાથે જ ટીમ ઈન્ડિયાની બધી જ મુશ્કેલીઓનો અંત આવતો હોય તેવું લાગી રહ્યું છે. ટીમ ઈન્ડિયામાં આવવા માટેનો હવે તેમનો રસ્તો સાફ થઈ ગયો છે. તે ઉપરાંત આઈપીએલમાં રમવાને લઈને તેમને પહેલાથી જ મહોર લાગી ચૂકી છે. શમીને પાછલા વર્ષે પણ ગ્રેડ-બીમાં જ રાખવામાં આવ્યો હતો.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યકારી પ્રમુખ, સી.કે. ખન્નાએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફિક્સિંગના આરોપમાંથી ક્લિનચીટ મેળવવા અને બીસીસીઆઈનો ગ્રેડ બી કરાર મળ્યા પર ગુરૂવારે કહ્યું કે, તેમને શમી પર પૂરેપૂરો વિશ્વાસ હતો. ખન્નાએ શમીને ક્લિન ચીટ મળવા પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, "મને શમી પર બધી રીતે વિશ્વાસ હતો કે તેઓ ફિક્સિંગના આરોપમાંથી બધી જ રીતે ક્લિનચીટ મેળવશે. મને ખુશી છે કે, તેમની ઉપર આવો કોઈ આરોપ સાબિત ના થયો."
કયા ગ્રેડમાં કયા કયા ખેલાડી
---------------------
A+ ગ્રેડના ખેલાડી- વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ
A ગ્રેડના ખેલાડી- આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, એમ.એસ.ધોની, રિદ્ધિમાન સાહા
B ગ્રેડના ખેલાડી- લોકેશ રાહુલ, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, હાર્દિક પંડયા, ઈશાંત શર્મા, દિનેશ કાર્તિક
C ગ્રેડના ખેલાડી- કેદાર જાધવ, મનીષ પાંડે, અક્ષર પટેલ, કરૂણ નાયર, સુરેશ રૈના, પાર્થિવ પટેલ, જયંત યાદવ