Skip to main content
Settings Settings for Dark

રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં સૌરાષ્ટ્રે ફાઇનલમાં પ્રવેશ કર્યો

Live TV

X
  • સૌરાષ્ટ્રે કર્ણાટકને ચાર વિકેટે પરાજ્ય આપીને રણજી ટ્રોફી ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કર્ણાટકે બીજી ઇનિંગમાં 234 રન કરતાં સૌરાષ્ટ્રને વિજય મેળવવા 115 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. સૌરાષ્ટ્રે સુકાની અર્પિત વસાવડાના 47 રનની મદદથી બીજી ઇનિંગમાં છ વિકેટે 116 રન કરીને વિજય મેળવ્યો હતો. પહેલી ઇનિંગમાં 202 અને બીજી ઇનિંગમાં અણનમ રહી નોંધાવેલા 47 રન કરનાર સુકાની અર્પિત વસાવડાને પ્લેયર ઓફ ધી મેચ પુરસ્કાર અપાયો છે. સૌરાષ્ટ્રના ચેતન સાકરીયાએ કર્ણાટકની પહેલી ઇનિંગમાં 3 અને બીજી ઇનિંગમાં ચાર મળીને મેચમાં કુલ સાત વિકેટ ઝડપી છે. રણજી ટ્રોફી સ્પર્ધાની 16મી ફેબ્રુઆરીથી કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમાનારી ફાઇનલમાં સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે મુકાબળો થશે. ઉલ્લેખનીય છે કે, ઇન્દોરમાં રમાયેલી બીજી સેમી ફાઇનલમાં બંગાળે મધ્યપ્રદેશને 306 રનથી પરાજ્ય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply