રફેલ નડાલ ટેનિસ જગતનો સૌથી વધુ 21 ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતનાર ખેલાડી બન્યો
Live TV
-
સ્પેનના રફેલ નડાલે આજે ઇતિહાસ સર્જતા એપિક કહી શકાય તેવી ફાઈનલમાં રશિયાના મેડવેડેવને પાંચ સેટના મુકાબલામાં હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. આ તેનું 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતું. આમ, રફેલ નડાલ ટેનિસ જગતનો સૌથી વધુ 21 ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતનાર ખેલાડી બન્યા છે. 35 વર્ષીય રફેલ નડાલે 15 વર્ષ બાદ પ્રથમ વખત બે સેટ પાછળ રહીને મેચ જીતીને ઇતિહાસ રચ્યો હતો. રફેલ નડાલની કારકિર્દીનું 2009 બાદ આ બીજું જ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ હતું. 2009માં તેણે ફેડરરને હરાવીને ટાઈટલ જીત્યું હતું. રફાલે નડાલ 2012, 2014, 2017 અને 2019માં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં હાર્યો હતો. રફેલ નડાલે બે ઓસ્ટ્રેલિયન ઓપન 13 ફ્રેન્ચ ઓપન, બે વિમ્બલ્ડન અને ચાર યુએસ ઓપન ટાઇટલ જીત્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વિમ્બલ્ડન થાકને લીધે તેમજ યુએસ ઓપન પગની ઇજાને લીધે નહીં રમી શકનાર રફેલ નડાલ 2021ના અંતમાં કદાચ નિવૃત્તિ જાહેર કરવાનું વિચારતા હતા. પરંતુ તેમણે શાનદાર વાપસી એક નવો ઇતિહાસ બનાવ્યો છે.
